શાળા પ્રવેશોત્સવ

શાળા પ્રવેશોત્સવ 
                   
                તા . ૧૦/૦૬/૨૦૧૭ ના રોજ  શાળા માં પ્રવેશોત્સવ ની ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી હતી.

" ચાલોને,આપણે નિજ જાતપર 
                ઉપકાર કરીએ .
ચમનના આ ફૂલોને પ્રેમથી 
                                                                              સત્કાર કરીએ .
                               આવા વિચાર સાથે બપોરે ૧૨ કલાકે આવનાર અતિથી ઓ નું સ્વાગત કરવામાં આવ્યું "મનુષ્ય તું બડા  મહાન હે"ગૌરવ ગાનથી કાર્યક્રમની શરુઆત થઈ . જેમાં શાળા ની ધોરણ ૬ થી ૮ ની બહેનો આ અભિનય કરી કાર્યક્રમ ની શોભા વધારી હતી.આપની સંસ્કૃતિ ની પરંપરા મુજબ દીપ પ્રાગટ્યથી કાર્યક્રમ ને શરુ કરવામાં આવ્યો હતો.આ કાર્યક્રમ માં ઉપસ્થિત રહેલા જીલ્લા ન્યાય સમિતિ ના ચેરમેન દયાબેન રાઠોડ ,તાલુકા ન્યાય સમિતિ ના ચેરમેન ગોવિંદભાઈ વર્ગીય ,બાળ વિકાસ યોજના અધિકારી હર્શ્બેન જેઠવા ,સી.આર.સી.વિશાલભાઈ જશાણી,બી.આર.પી. ડેનીશાબેન, સરપંચશ્રી અશોકભાઈ ચોવટિયા ,અને વાળી ઓ ઉપસ્થિત રહ્યા હતા .
                    શાળા પરિવાર વતી ગજેરા જીજ્ઞાબેન દ્વારા મહેમાનો નું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું .ત્યાર બાદ તમામ મહેમાનો નું કઠોળ થી સ્વાગત કરવામાં આવ્યું હતું .સ્વાગત બાદ મહેમાનશ્રી ઓ એ પહેલા ધોરણ માં પ્રવેશ મેળવતા બાળકો ને કુમકુમ તિલક અને ફૂલગુલાબ ની પાંદડી ઓ થી પરવેશ કરાવવામાં આવ્યો હતો .
               કાર્યક્રમ માં આગળ ના ચરણ માં પાઠ્યપુસ્તક વિતરણ અને  NMMS માં ઉતીરણ થયેલા વિદ્યાર્થી ઓનું સન્માન કરવામાં આવું હતું .જયારે શાળા ની વિદ્યાર્થીની નેન્શી બામરોટિયા દ્વારા 'બેટી બચાવો' વિષે અને વારગીયા  સોનલે 'વૃક્ષારોપણ 'વિશે પોતાના મંતવ્યો રજુ કાર્ય હતા .
           ત્યાર બાદ હમેશા પોતાની દાનની સરવાની શાળા ના બાળકો માટે વહેવડાવતા અશોકભાઈ સરપંચ નું સન્માન શાળા ના આચાર્ય શ્રી કાન્તીભાઈ મકવાણા દ્વારા શાલ ઓઢાડીને કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતિમ ચરણ માં શાળા ના મ.શિ. કનેરિયા કીન્જલ્બેન દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી .
અને વ્રુક્ષરોપણ કર્યા બાદ સાથે ભોજન લઈ ને સૌ છુટા પડ્યા હતા.
         આ તકે શાળા ના સમગ્ર સ્ટાફે ઉત્સાહ પૂર્વક પોતાનું કાર્ય કર્યું હતું.



 શાળા પ્રવેશોત્સવ ૨૦૧૮ 
તા- ૧૫/૦૬/૨૦૧૮ 






  


No comments:

Post a Comment